અમદાવાદ 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બોટાદમાં થયેલા ઝેરી દારૂકાંડના વિવાદ મામલે AMOS કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ, ચંદુભાઈ પટેલ, પંકજ પટેલ અને રજત ચોકસીએ ગુજરાત હાઇકોર્ટમાંકરેલી આગોતરા અરજી હાઈ કોર્ટે હાલના તબક્કે સ્વીકારવાનો ઈનકાર કરતા આરોપીઓએ અરજી પરત ખેંચી લીધી છે.આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અરજી કરવા માટે હાઇકોર્ટની પરવાનગી માંગી છે જેની હાઇકોર્ટે સેશન્સ કોર્ટમાં અરજી કરવા આરોપીઓને છૂટ આપી. સેશન્સ કોર્ટમાં અરજી કર્યા બાદ 7 દિવસમાં અરજી પર સેશન્સ કોર્ટે નિર્ણય લેવાનો રહેશે. આ સાથે મીડિયાના રિપોર્ટ્સ અને દબાણના કારણે યોગ્ય ન્યાય માટેની તક નહીં મળે એવી આરોપીઓની હાઇકોર્ટ માં દલીલ હતી પરંતુ આરોપી તરફી તમામ દલીલોને હાઇકોર્ટે ફગાવી દીધી છે. 
બોટાદમાં થયેલા ઝેરી દારૂકાંડ મામલે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આરોપીઓના વકીલને ટકોર કરી કે “બંદૂકનું લાયસન્સ હોય અને નોકર નામું કરી નોકરને બંદૂક આપો તો નોકરે કરેલા ખોટા કામ માટે શું તમે જવાબદારીમાંથી છટકી શકો?” ,આ સાથે કોર્ટે તે પણ ઉમેર્યું કે મિથેનોલ માટેના લાયસન્સ ની આકરી શરતો હોય છે અને આ સમગ્ર બાબતની પણ હાઇકોર્ટે નોંધ લીધી છે. હાઇકોર્ટ ની આજની સુનાવણીમાં SIT નાં તમામ તપાસ અધિકારી અને SMCના વડા નિર્લિપ્ત રાય પણ હાજર રહ્યા હતા.ત્યારે બીજી બાજુ તો બરવાળા પોલીસ સ્ટેશનમાં સમીર પટેલ સહિત ચારેય ડાયરેક્ટરોને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યુ હતું. પરંતુ સમીર પટેલ ચારેય ડાયરેક્ટરો સાથે ઉપસ્થિત રહ્યા ન હતા. કાર્યવાહીથી બચવા આ મહાનુભાવો આગોતરા જામીન ન મળે ત્યાં સુધી દેશ છોડી ભાગી શકે છે, કે પછી ગુપ્ત સ્થળે છુપાઈ શકે તેવી પોલીસને શંકા છે. પરિણામે અગમચેતીના ભાગરૂપે એક તરફ લુકઆઉટ નોટિસ જાહેર કરેલી છે. સવારથી જ ચારેય ડાયરેક્ટરના ઘરોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે. અમદાવાદમાં AMOS કંપનીના માલિક સમીર પટેલના ઘર અને ઓફિસ પર પોલીસની 10 ટીમો ત્રાટકી છે. વહેલી સવારથી જ સમીર પટેલ સહિતના ડિરેક્ટરના ઘરે સર્ચ કરાયું હતું. જો કે સમીર પટેલ ઘરે ન મળતા પોલીસે પરિવારની પૂછપરછ સમન્સ પાઠવ્યું હતુ. તો ડિરેક્ટર રજત ચોકસી ઘર બંધ કરી ફરાર થઇ જતા તેના ઘર બહાર નોટિસ લગાવવામાં આવી હતી. તો ડિરેક્ટર પંકજ પટેલ અને ચંદુ પટેલને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ.