સ્વચ્છ ભારત મિશન ગ્રામીણમી હાંસી ઉડાવતી તસવીર હાલમાં ખંભાત તાલુકાના હરિયાણ ગામે જોવા મળી છે.ગ્રામ પંચાયતથી હરિયાણ ચોકડીએ બસ સ્ટેન્ડ તરફ જતા સૌથી ટૂંકા અરસીસી રોડ પર કાદવ કીચડથી ગંદકી ફેલાઈ સીધે.આ ગંદકીને કારણે ક્યારેક વાહનોની અવરજવરને કારણે છાંટા ઉડતા લોકો ગંદકીનો ભોગ બને છે.મળતી માહિતી મુજબ સરપંચ દ્વારા વારંવાર સમજાવવા છતાંય માજી સભ્યના સંબંધીઓ દ્વારા રોગચાળા ફેલાવવાના ષડયંત્રને કારણે ગામના લોકોને રોગમાં.સપડાઈ જવાની ભીતિ સર્જાઈ છે.તાલુકાના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના અધિકારીઓ અને આરોગ્યખાતાના અધિકારીઓએ સ્થળ તપાસ કરી ચૂંટણી પૂર્વે સદર ગંદકી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.
(સલમાન પઠાણ-ખંભાત)