ગુજરાત વિધાનસભા ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આગામી તા. 24 તેમજ 25 આમ બન્ને તારીખ માંથી એક તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ બોડેલી ખાતે ચૂંટણી લક્ષ જાહેર સભાં સંબોધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે 

ગુજરાત રાજ્ય વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષ જીતવા માટે એડિચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાશે હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ત્યારે આગામી તા. 24 તેમજ 25 આમ બેમાંથી એક તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોડેલી ખાતે ચૂંટણી લક્ષી જાહેર સભાં સંબોધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અગાઉ બોડેલી નગરમાં વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમને લઇ બોડેલી સેવાસદન પાસે આવેલ વિશાળ જગ્યામાં તંત્ર દ્વારા સભાં સ્થળ સહિત કામગીરી કરાઈ હતી અને મોટાભાગની કામગીરી ત્યાં પૂર્ણ કરી દેવામાં આવી હતી ત્યારે આગામી સંભવિત કાર્યક્રમ પણ સેવાસદન પાસે યોજાશે તેવી પ્રાથમિક વિગતો સપાટી પર આવી રહી છે જો કે કોઈ હાલ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી પરંતુ ચૂંટણી નજીક હોઈ તે જોતા તેમજ વડાપ્રધાન ગુજરાત ના પ્રવાશે હોઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોડેલીની મુલાકાત લઈ શકે છે જયારે ભાજપના જિલ્લા પ્રનુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે આગામી 25 તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવે તેવી શક્યતા છે