જિલ્લા સેવા સદન, દાહોદ ખાતેના મીડિયા મોનીટરીંગ એન્ડ કન્ટ્રોલ રૂમની વડોદરા ઝોનના સંયુક્ત માહિતી નિયામક શ્રી રાજેન્દ્ર રાઠોડે મુલાકાત લીધી હતી. તેમણે અહીં કરાયેલ જિલ્લાની ચૂંટણીલક્ષી માહિતીના પ્રદર્શનનું પણ નિરીક્ષણ કર્યું હતું. અહીં કાર્યરત કર્મયોગીઓને તેમની જવાબદારીઓ વિશે પૃચ્છા કરી હતી તેમજ આ અંગેના રજીસ્ટરોની ચકાસણી કરી હતી. સંયુક્ત માહિતી નિયામકશ્રીએ નાયબ માહિતી નિયામક શ્રી એસ.જે. બળેવીયાને જરૂરી સૂચનો કર્યા હતા.

         નાયબ માહિતી નિયામક શ્રી બળેવીયાએ મીડિયા મોનિટરિંગ રૂમ વિશે માહિતી આપતા જણાવ્યું કે, ઇલેકટ્રોનિક મીડિયા મોનિટરિંગ રૂમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યો છે અને ૧૮ જેટલા કર્મચારીઓ સતત ન્યુઝ ચેનલો ઉપર આવી રહેલા સમાચારો ઉપર ચાંપતી નજર રાખી રહ્યાં છે. જિલ્લામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા તેમજ પેઇડ ન્યુઝ પર ચાંપતી નજર રાખવા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરાઈ રહી છે. ઉમેદવારો દ્વારા આપવામાં આવતાં પેઈડ ન્યૂઝ-જાહેરાતો જેવી બાબતો ઉપર સતત ધ્યાન રાખી તેનું નિરીક્ષણ-નિયંત્રણ સહિતની કામગીરી સુચારૂ રીતે કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

          આ વેળા માહિતી મદદનીશ શ્રી એમ.જી. પરમાર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.