પાવીજેતપુર નજીક આવેલ સુખી ડેમ ૯૦ % ભરાતા કિનારાના ગામડાઓને હાઈ એલર્ટ કરાયા

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

            પાવીજેતપુર તાલુકાના સુખી ડેમમાં ૯૦ % પાણી ભરાતા ભારજ નદીના કિનારાના ગામડાઓને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. 

            સમગ્ર પૂર્વ પટ્ટી વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થતા સુખી ડેમમાં શનિ, રવિ ના રોજ સતત વરસાદ થવાના કારણે આજે ૯૦ % જેટલુ પાણી ભરાઈ જવા પામ્યું છે. ૧૮ સપ્ટેમ્બર નું સુખી ડેમ નું રુલ લેવલ ૧૪૭.૬૧ મીટર હોય, સુખી ડેમમાં પાણીનો પ્રવાહ અવિરત ચાલુ રહેતા આજે બપોરના ત્રણ વાગ્યા સુધી ૧૪૭.૧૮ મીટર જેટલું થઈ જતા રૂલ લેવલ થી ફક્ત ૦.૪૩ મીટર બાકી રહ્યું હતું, ડેમ ૯૧.૦૬ ટકા જેટલો ભરાઈ જવા પામ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સમગ્ર ડેમના પાણીના કિનારા વાળાઓને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. 

          રવિવારની મોડીરાત્રીએ પાણી છોડવું પડશે એમ લાગતું હતું તેથી ભારજ નદીના કિનારાના ૧૮ જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ વરસાદનું પ્રમાણ ઘટતા રવિવારે મોડી રાત્રે પાણી છોડવામાં આવ્યું ન હતું. જ્યારે સતત પાણી નો પ્રવાહ સુખી ડેમમાં ચાલુ રહેતા ડેમની સપાટી ૯૧.૦૬ % જેટલી ભરાઈ જતા મહત્તમ ક્ષમતા ૧૪૭.૮૨ મીટર હોય જેનાથી ખૂબ નજીક પોહચી જતા પાણી ગમે ત્યારે છોડવું પડે તેવી પરિસ્થિતિ સર્જાતા હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે.