સુરતના ગોડાદરા ખાતે શિવમ એડવાઈઝરના નામે ઓફિસ રાખી સંચાલકએ લોન અપાવવાના બહાને સંખ્યાબંધ શ્રમજીવીઓ પાસેથી ડોક્યુમેન્ટ મેળ્યા હતા. અને તેના આધારે અલગ અલગ પ્રકારની લોન મેળવી લાખોની છેતરપિંડી આચરી ફરીર થઈ ગયા હતા. ગોડાદરા પોલીસે કંપનીના સંચાલકો સામે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે. ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી રતનચોક નવાનગર ખાતે રહેતા 30 વર્ષીય હર્ષલ પવારે ટેક્ષટાઈલ માર્કેટમાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ અગાઉ તેમની બહેનના લગ્ન પ્રસંગ માટે નાણાંની જરૂરીયાત હોવાથી મિત્રો અને પરિવારના સભ્યો પાસેથી હાથ ઉછીના એક લાખ રૂપિયા લીધા હતા.

દુકાન ઉપર તાત્કાલિક લોન મળશે તેવું બેનર લગાવ્યું હતું

પૈસા પરત ચુકવવા માટે પર્સનલ લોન લેવાનું નક્કી કર્યું હતું. હર્ષલ માર્કેટમાં જતી વખતે ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક અર્હમ સેલ્સ નામની ઈલેક્ટ્રિકની દુકાન ઉપર તાત્કાલિક લોન મળશે તેવું બેનર વાચ્યું હતું. બેનર વાચીને તે ગત 11 સપ્ટેમ્બરે પર્સનલ લોન લેવા માટે ઓફિસમાં ગયો હતો. શિવન એડવાઈઝર નામની ઓફિસના સંચાલક સરજુ દિલીપ દેવગનિયા (રહે, મોમાઈનગર સરથાણા) અને જીતુ ભગવાન જાગાણીએ વાત કરતા તેઓએ મોબાઈલ ખરીદવો પડશે. તેના ઉપર બે લાખની લોન થઈ જશે તેમ

કહ્યું હતું.