દેશમાં અવાર-નવાર સામે આવી રહેલા આતંકી કનેકશન લઇ NIA ટીમ એકશનમાં આવી છે અને આ પ્રવૃતિઓ સાથે સંકળાયેલા શંકસ્પદ લોકોને ઓળખ કરી દરોડા પાડવામાં આવી રહ્યા છે NIA દ્રારા દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે જેમાં MP,UP,કર્ણાટક, ગુજરાત મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં દરોડા પાડ્યા છે 6 રાજ્યના 13 શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે 2021 કર્ણાટકમાં ISIS આતંકી મોડયુલને લઇને તપાસ હાથધરવામાં આવી છે ATS અને NIA દ્રારા ગુજરાતના સુરતમાં ધામાં નાંખ્યા છે.
ઝલીલના નામના શખ્સનું આંતરરાષ્ટ્રીય સંપર્ક હોવાથી તેની પૂછપરછ કરવામાં આવી છે અલબદર આતંકી સંગઠનને લઇ તપાસ કરવામાં આવી રહી છે કર્ણાટક અને તમિલનાડુંમાં આગાઉ 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી ગુજરાતમાં પણ ભરૂચ,નવસારી, સુરત અમદાવાદ સહિત શહેરોમાં NIA દ્રારા સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યો છે દરિયાપુર અને શાહપુર વિસ્તારોમાં સર્ચઓપરેશન ચલાવામાં આવી રહ્યો છે..
શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અનેક દસ્તાવેજો અને ઇલેકટ્રોનિક ડિવાઇઝો જપ્ત કરવામાં આવ્યા છે સુરતના સૈયદપુરામાં રહેતા જલીલના સુરત એસ ઓજી ખાતે લાવી NIA અનેATS દ્રારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને જલીલના ઘરની પણ તપાસ કરાઇ છે