કતારગામ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનુ મોરડીયાએ આજે જન સંપર્ક કર્યો હતો જેમાં વિનુ મોરડીયાએ વિવિધ સોસાયટી ની અંદર જઈ મતદારોને રૂબરૂ મળ્યા હતા જે પ્રસંગે વિનુ મોરડીયાએ જણાવ્યું હતું કે હું જનતા વતી ચૂંટણી લડી રહ્યો છું, ત્યારે આજે દેવીકૃપા સોસાયટીમાં દરેક મતદારના ઘર આંગણે જઈ તેમની મુલાકાત કરી, વાતચીત કરી. આ દરમિયાન સોસાયટીના રહીશો દ્વારા ઉત્સાહ, ઉમંગ અને લાગણી સાથે સ્વાગત કરીને જે પ્રચંડ સમર્થન આપ્યું છે, તે જ કતારગામની અને ભાજપની જીત સુનિશ્ચિત કરી રહ્યું છે.