સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાન તેમજ એક પેડ માં કે નામ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આજરોજ તળાજા નાં પાદરી (ગો.) શ્રી પ્રાથમિક શાળા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં.પાદરી (ગો.)ગામે યોજાયેલા સર્વરોગ ફ્રી નિદાન કેમ્પના કાર્યક્રમમાં શ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-મથાવાડા અને નીલકંઠ આરોગ્યધામ તળાજા દ્વારા આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવી હતી.જેનો લાભ ૩૫૦ લોકોએ લીધો હતો.આ ઉપરાંત એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા.આ વેળાએ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અરવિંદભાઈ ડોડીયા,આગેવાનશ્રી ઘનશ્યામભાઈ બારૈયા, લલ્લુંભાઈ લાધવા, નરેશભાઇ બારૈયા,શ્રી અશોકભાઈ,સરપંચશ્રી દશરથસિંહ ગોહિલ,રક્ષાબેન પંડ્યા કપિલ ચૌહાણ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं