રાજુલાના ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા રાજુલા નજીક આવેલ ધારેશ્વર ગામે ધાતરવડી-૧ ડેમની ઉંચાઇ વધારવા માટે જળસંપત્તિ મંત્રી ઋષિકેશભાઇ પટેલને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે સને ૧૯૭૨ મા કોંગ્રેસની સરકારમાં ધાતરવડી-૧ ડેમ બનાવવામાં આવેલ. અને આ ડેમમાંથી રાજુલા/જાફરાબાદ શહેરને પીવાનું પાણી અને અન્ય 13 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી નિયમિત આપવામાં આવે છે. અંદાજે 25 વર્ષ પહેલા આ ડેમ ઉપર ફ્યુઝ ગેટ ચડાવવામાં આવેલા જેના હિસાબે ડેમની અંદર વધુ પાણી સ્ટોરેજ થઈ શકતું હતું. અંદાજે 15 વર્ષ પહેલાં અતિભારે વરસાદના કારણે આ ફ્યુઝ ગેટ પડી ગયેલા. જેના હિસાબે ડેમની સ્ટોરેજ કેપીસીટી ઘટી ગયેલ છે. ફ્યુઝ ગેટની ઊંચાઈ અંદાજે પાંચ ફૂટ હતી. તો આ ફ્યુઝ ગેટની જગ્યાએ પાંચ ફૂટનો આરસીસી સ્ટ્રક્ચર વધારવામાં આવે તો ડેમની પાણી સંગ્રહની ક્ષમતા વધી શકે તેમ છે. મહત્વની વાત એ છે કે, આ ડેમમાં પાણીની ક્ષમતા વધે તેના માટે એકપણ ચોરસ મીટર જમીન સંપાદન કરવી પડે તેમ નથી. તોઆ વિસ્તારના હિતમાં આ ડેમની ઉંચાઇ વધારવા રજૂઆત કરવામાં આવી હતી

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं