વિધાનસભાની ચૂંટણીને લઇ હવે માત્ર 15 દિવસનું સમય બાકી રહ્યો છે અને તમામ રાજ્કીય પાર્ટીઓ દ્રારા મુરતિયાઓ જાહેર કરવાની સાથોસાથ બુથ મેન્જમેન્ટ સુધી તડામાર તૈયારી આદરી દેવામાં આવી છે હવે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પર ટિકિટ ફાળવણીને લઇને સુરતમાં આરોપ લાગ્યા છે ચૂંટણીમાં ઉમેદવારોની ટિકિટ ફાળવણીને લઇ કાર્યકરો નારાજ ચાલી રહ્યા છે અને હવે પક્ષ સામે જ મોરચો માંડ્યો છેસુરત આમ આદમી પાર્ટીના અગ્રણી રાજુ દિયોરાએ પણ આમ આદમી પાર્ટી પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે રાજુ દિયોરાએ કહ્યુ કે આજે ગુજરાતભરમાં 90 ટકા કાર્યકરો આમ આદમી પાર્ટીથી નારાજ છે નારાજગી પાછળનું કારણ તેમણે જણાવ્યુ કે 2 વર્ષથી ગુજરાતમાં પાર્ટી ઉભી કરવામાં જે મહેનત કરી રહ્યા છે તેવા કાર્યકરોને સાઇડલાઇન કરી નવી પાર્ટીમાંથી કોંગ્રેસ ભાજપ કે અન્ય પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે અને પૈસા લઇને ટિકિટ આપવામાં આવી રહી હોવાનું પણ આરોપ કર્યા છે અને રાજુ દિયોરાએ આદ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા માટે કાલે સંમેલન કરવાની પણ વાતકરી છે.