સંતો અને ભક્તો ની ભૂમિ એટલે જૂનાગઢ અને એમાં પણ મેવાડ ના મીરાંબાઈ અને જૂનાગઢ ના નરસિંહ મહેતા તેમજ સંગાળશા શેઠ કૃષ્ણ ભક્તિ માટે ખૂબ જાણીતા છે તેઓ હંમેશા શ્રી કૃષ્ણની ભક્તિ માં લિન રહેતા હતા 

ગુજરાતી માં દુહો પણ ખૂબ પ્રચલિત છે "કોક દી કાઠિયાવાડ માં ભૂલો પડ ને ભગવાન તને સ્વર્ગ ભુલાવું શામળા " એવુંજ કૈક બન્યું છે જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા માં 

જગત મંદિર તરીકે પ્રખ્યાત દ્વારિકાધીસ નું મંદિર દ્વારિકા ખાતે આવેલું છે અને તેમાં બિરાજમાન ભગવાન દ્વારિકાધીશ ની જે મૂર્તિ છે તેમના દર્શન કરવાનો લહાવો કૈક અલગ છે ત્યારે હવે માળીયા હાટીના તાલુકા માં પણ હરિ ભક્તો ને આવીજ ભગવાન દ્વારિકાધીશ ની મૂર્તિ ના દર્શન કરવાનો લહાવો મળશે

માળીયા હાટીના તાલુકા ના ભડુંરી ગામ ના શ્રી પ્રિયેસ્વરદાસ વાઢીયા કે જેઓ નાનપણથી જ ભગવાન શ્રી કૃષ્ણ ની ભક્તિ માં મગ્ન રહે છે અને કથાઓ માં પણ ભગવાન શ્રી કૃષ્ણના ગુણ ગાન ગાતા જોવા મળે છે તેઓ દ્વારા શાલિગ્રામ પથ્થર માંથી અંદાજીત બે ફૂટ જેવડા આકાર ની રાજસ્થાન ના જયપુર ના વિખ્યાત શિલ્પકાર  પાસે ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ ની મૂર્તિ બનાવડાવી છે અને તે મૂર્તિ ને તેઓ દ્વારા ભગવાન દ્વારિકાધીશ ના મંદિર ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં દ્વારિકાધીશ મંદિર ના પૂજારી શ્રી કપિલભાઈ વાયડા તથા રાઘવજી ભાઈ ના હસ્તે આ મૂર્તિ ને ભગવાન દ્વારિકાધીશ ના મંદિર માં દ્વારિકાધીશ ના શ્રી શરણો માં પધરાવવામાં આવી હતી અને શ્રીગાર કરવામાં આવ્યો હતો સાથે સાથે ભગવાન ને ક્યાં સમયે કેવો શ્રીગાર કરવો તેનું માર્ગદર્શન પણ આપ્યુ હતું 

ભડુંરી ગામ ના શ્રી પ્રિયેશ્વર દાસ વાઢીયા ની ઈચ્છા હતી કે તેમનું ઘર મંદિર બને અને તેઓનો અનન્ય ભાવ હતો કે તેઓ ભગવાન ની સેવા પૂજા કરે જેથી તેઓ આ મૂર્તિ ને હાલ દ્વારિકા થી પોતાના ઘરે લઈ આવ્યા છે જ્યારે આવનારા દિવસોમાં મૂર્તિની પ્રાણ પ્રતિસ્ઠા પ્રખ્યાત ભુદેવ રમેશભાઈ ઓજા ના શિષ્ય ભાવિનભાઈ રાવલ દ્વારા કરવામાં આવનાર છે