તળાજાના જુના રાજપરા ગામે અજગર જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો
રાજ પંડ્યા તળાજા
તળાજાના અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારમા રાની પશુઓ, દિપડા, સિંહ મોટા સાપ,અજગર સહિત જાનવર ચડી આવે છે અવાર નવાર જોવા મળતા લોકોમાં હંમેશા ડર રહેછે ખેતીકામ કરતા ખેડૂતો પણ જીવના જોખમે રાત્રી દરમિયાન વાડી વિસ્તાર મા રહે છે
ત્યારે આજે તળાજાના ગોપનાથ નજીક રાજપરા ગામે મહાકાય અજગર વાડી વિસ્તારમાં ઘુસી ફોરેસ્ટ કાફલો દોડી જઇ મહામહેનતે રેસ્કયુ ઓપરેશન હાથ ધરેલ જુના રાજપરા ગામે મસ્ત રામ ધારાની બાજુમા આવેલ વાડી વિસ્તારમાં મહાકાય વિશાળ અજગર જોવા મળેલ ગામ ના લોકો અને ફોરેસ્ટ વિભાગ ની ટીમ દ્વારા મહાકાય અજગર ને મહામહેનતે રેસ્કયુ ઓપરેશન હાથ ધરેલ અને અજગર નુ રેસ્કયુ કરી જરૃરી તપાસ કરી અન્ય સ્થળ પર ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી મહાકાય અજગરને નિહાળવા લોકો ના ટોળા ઉમટ્યાં હતા