ડીસા (મેરુજી પ્રજાપતિ) ગઈકાલે ભાજપ ઉમેદવાર પ્રવીણભાઈ માળીના ચૂંટણી કાર્યાલય પ્રસંગે અન્ય વિધાનસભા ક્ષેત્રમાંથી આવેલ ઠાકોર આગેવાનોએ ડીસા બેઠક ઉપર પ્રવીણભાઈ માળીને વિજેતા બનાવવાની અપીલ સહ બાયધરી આપેલ.ત્યારે ડીસાનો સ્થાનિક ઠાકોર સમાજ શું એ આગવાનોની અપીલને અનુસરશે ? ની ચર્ચા વચ્ચે ડીસા ઠાકોર સમાજ પોતાના સ્થાનિક ઉમેદવાર લેબજીભાઈ ઠાકોર ને અડીખમ નિર્ધાર સાથે વિજેતા બનાવવા પ્રયત્ન શીલ હોવાનું જાણવા મળેલ. ડીસા ઠાકોર સમાજમાં ભાજપ સામે આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ડીસા વિધાનસભામાં ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ ન મળતા ઠાકોર સમાજ આક્રોશ વ્યક્ત કરી  ડીસા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ લેબજીભાઈ ઠાકોર અને તાલુકા પંચાયત સદસ્ય ભરતજી ધુખ ને ભાજપ સાથે છેડો ફડાવી સમાજ સર્વનું મતે ઉમેદવારી કરાવેલ ત્યારે આજરોજ ભરતજી ધૂખે લેબજી ઠાકોરને ટેકો જાહેર કરી ચૂંટણી લડી લેવાની જાહેરાત કરેલ