કાંઠાળ વિસ્તાર અને દરિયામાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ સાગર સુરક્ષાનાં ભાગરૂપે બીજા દિવસે પણ જખૌ મરીન પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં કાંઠાળ વિસ્તારમાં કેમલ તેમજ ફૂટ પેટ્રોલિંગ તેમજ દરિયાઈ વિસ્તારમાં બોટથી નજર રાખવામાં આવી છે. આ ઉપરાંત ચેકપોસ્ટ સહિત ચુસ્ત બંદોબસ્ત અને ચેકિંગની કામગીરી કરાઈ હતી.