ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી ૨૦૨૨ અનુસંધાને ચુંટણી પ્રક્રિયા તટસ્થ , ન્યાયિક અને પારદર્શક રીતે યોજાય તે માટે પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી ,

સફળ રેઇડો કરવા ભાવનગર જિલ્લા હેઠળના ત્રણેય જિલ્લાઓના પોલીસ દળને સુચના આપેલ હોય ,

 અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ આગામી વિભાનસભા સામાન્ય ચુંટણી ૨૦૨૨ અનુસંધાને અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ , હેર - ફેર , ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય ,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ

એલ.સી.બી. ટીમે આજ રોજ તા .૧૮ / ૧૧ / ૨૦૨૨ નાં રોજ લાઠી તથા દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે

લાઠી પો.સ્ટે . વિસ્તારના બાઇ દુધાળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમને ફોર વ્હીલ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરતા પકડી પાડેલ તેમજ દામનગર પો.સ્ટે . ના શાખપુર ગામે એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડેલ છે .

લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલ રેઇડની વિગત પકડાયેલ આરોપીઃ કિશન સુરેશભાઇ દવે , ઉ.વ .૨૮ , રહે.મોટા લીલીયા , ગામોટી શેરી , તા.લીલીયા , જિ.અમરેલી ,

પકડાયેલ મુદ્દામાલઃ

ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ -૭૬ , કિં.રૂ .૨૮,૫૦૦ / તથા વોકસ વેગન ફોરવ્હીલ કાર રજી.નંબર GJ - 05 - C0-2403 , કિં.રૂ .૩,૦૦,૦૦૦ / - મળી કુલ કિ.રૂ .૩,૨૮,૫૦૦ / - નો મુદ્દામાલ . દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલ રેઇડની વિગત → પકડાયેલ આરોપીઃ

ઇસુબ ઉર્ફે મુન્નો હસનભાઇ સૈયદ , ઉ.વ .૩૭ રહે.શાખપુર , સુતારશેરી , તા.લાઠી , જિ.અમરેલી .

પકડાયેલ મુદ્દામાલઃ ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ -૭૫ કિ.રૂ .૨૮,૧૨૫ / નો મુદ્દામાલ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા પો.સ.ઇ વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. મહેશભાઈ સરવૈયા , ઘનશ્યામભાઇ મકવાણા , હેડ કોન્સ . અજયભાઇ સોલંકી , પો.કોન્સ . ઉદયભાઇ મેણીયા , તુષારભાઇ પાંચાણી , અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.