સુરત શહેરમાં ફરી એકવાર શહેરમાં ચાલતા ગર્ભપાતના વેપલાનો પર્દાફાશ થયો છે. કોઈક યુવક સાથે પ્રેમસંબંધમાં ગર્ભવતી થયેલી તરૂણીના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં ગર્ભપાત બાદ તરૂણીનું મોત નિપજ્યું છે. સ્મશાનમાં ડેથ સર્ટિફિકેટ માંગતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જેથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.