પેટલાદ તાલુકાના જેસરવા ગામે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે ગામની દીકરી રિયા પુરબીયા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. યોજાયેલા કાર્યક્રમમાં બાળકોએ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યો હતો. આ સમયે ગામના અગ્રણીઓ ગોવિંદભાઈ, કનુભાઈ સાથે અન્ય વિદેશથી આવેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં શાળાના આચાર્યા અંજનાબેન પરમારે આભાર વિધિ કરી હતી.