Indian Idol માં ચમકશે ગુજરાતની હજારો દીકરીઓના પાલક પિતા મહેશ સવાણી...
ગુજરાતનો ભાગ્યે જ કોઈક એવું એક પણ ઘર બાકી નહિ હોય, જે સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીને (Mahesh Savani) ઓળખતું ન હોય. સર્વ ધર્મ સર્વ સમાજની 5000 થી વધુ દીકરીઓના સમૂહ લગ્ન (Mass Marriage surat) કરીને પાલક પિતાની ફરજ નિભાવનાર મહેશભાઈ સવાણી Maheshbhai Savani પોતાની લોક સેવાના ઉમદા અભિગમને કારણે દેશભરમાં જાણીતા થયા છે...
મહેશભાઈ સવાણી વધુ એકવાર વિશ્વ કક્ષાએ ચમકવા જઈ રહ્યા છે. વિશ્વવિખ્યાત ઇન્ડિયન મ્યુઝિક કોમ્પિટિશન માનવામાં આવતા Indian Idol ઇન્ડિયન આઇડોલ માં સ્પેશિયલ એપિસોડમાં મહેશભાઈ સવાણી ની કામગીરીની નોંધ લેવામાં આવી રહી છે.
આવતીકાલે 19 નવેમ્બરના રોજ પ્રસિદ્ધ થનારા સ્પેશિયલ એપિસોડ ‘ઇન્ડિયા કી ફરમાઈશ’માં અનાથ દીકરીઓના પપ્પા મહેશભાઈ સવાણી નો સ્પેશિયલ એપિસોડ રજૂ થવા જઈ રહ્યો છે....
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ અનેક ફિલ્મ હસ્તીઓની વચ્ચે મહેશ સવાણી ને જાણીતો એવોર્ડ ‘નિશાન એ ખુરશીદ’ એનાયત કરવામાં આવ્યો છે....
દર વર્ષની માફક આ વર્ષે પણ મહેશભાઈ સવાણી સુરતમાં 24મી 25મી ડિસેમ્બર ના રોજ દીકરી જગતજનની થીમ આધારિત સમૂહ લગ્ન કરાવવા જઈ રહ્યા છે. તે પહેલા ઇન્ડિયન આઇડોલમાં મહેશ સવાણી નો સ્પેશિયલ એપિસોડ રજૂ થતા પીપી સવાણી પરિવારના આંગણે 5000 જેટલી દીકરીઓના પરિવારોમાં ખુશી નો માહોલ છવાઈ ગયો છે....
ઇન્ડિયન આઇડોલ ની વાત કરીએ તો આ શોમાં જાણીતા સંગીત કલાકારો જજ બનતા હોય છે અને વિશ્વમાં સૌથી વધુ દર્શકો મેળવનાર આ શોમાં નેહા કક્કર વિશાલ દદલાણી, હિમેશ રેશમિયા, અનુ મલિક જેવા દિગ્ગજો જજ તરીકે સેવા આપતા હોય છે...