ધાનેરામાં માવજીભાઈ દેસાઈના સમર્થનમાં હજારો લોકો ઉમટ્યાં….!

ધાનેરા બેઠક ઉપર માવજીભાઈ દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા હજારોની સંખ્યામાં સમર્થકો દ્વારા ઉમટી પડ્યા હતા…

માવજીભાઈ દેસાઈએ આજે ૧૭/૧૧/૨૦૨૨ના રોજ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવવાથી ત્રીપાંખિયો જંગ જામશે તેવા એંધાણ…

ધાનેરામાં ભાજપ-કોંગ્રેસે ધાનેરા બેઠક ઉપર પટેલ સમાજને ટિકિટ આપતા ઇત્તર સમાજની લાગણી દુભાઈ હોવાથી માવજીભાઈ દેસાઈને અપક્ષ ઉમેદવાર તરીકે જોવા ધાનેરાની પ્રજાએ સમર્થન આપી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડયા હતાં…

હજારોની જનમેદની સાથે માવજીભાઈ દેસાઈએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી.

ધાનેરા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરતા માવજીભાઈ દેસાઇના સાથી બળવંતભાઈ બારોટ, કેવળજી ઠાકોર, સમર્થકો, હોદ્દેદારો તેમજ જાહેર પ્રજાજનો દ્વારા શંખનાદ વગાડી સમર્થન આપવામાં આવ્યું હતું...

રિપોર્ટ :- તુલસી બોધુ, ધાનેરા