મુંજીયાસર ગામે રહેતા એક પ્રૌઢે કેન્સરની બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે દિનેશભાઈ સાવલીયા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, બાલુભાઈ વિઠ્ઠલભાઈ સાવલીયા (ઉ.વ.૬૫)ને છ મહિનાથી મોઢાનું કેન્સર હતું. જેનું માનસિક ટેન્શન હતું અને મોઢાનો દુઃખાવો સહન થતો નહોતો. તેથી પોતાની મેળે ખેતરના કૂવામાં પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું.