સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. 

સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે પ્રાથમિક શાળા અને લોકશાળા ખડસલી ના વિદ્યાર્થી તેમજ સ્ટાફગણ તેમજ ગામના આગેવાનો ની ઉપસ્થિતિમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ યોજાયો હતો.

 ત્યારબાદ ખડસલી ગામના શ્રી રાજુભાઈ મેઘજીભાઈ બગડા, હિતેશભાઈ દિનેશભાઈ વાટલીયા, ભરતભાઈ નાજાભાઇ રાઠોડ, સુખદેવભાઈ જીવરામભાઈગોંડલીયા જેવો નિવૃત્ત આર્મી મેન તેમજ પોલીસ કમાન્ડો તેમજ પોલીસ અને એસઆરપી માં ફરજ બજાવી રહ્યા છે. તેઓને સાલ ઓઢાડી સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ આવેલ તમામ બાળકો તેમજ મહાનુભાવો દ્વારા શપથ ગ્રહણ કરી દેશને આનબાન શાન સાથે ખડસલીના સરપંચ શિલ્પાબેન ચેતનભાઇ માલાણી દ્વારા ધ્વજવંદનકાર્યક્રમ કરવામાં આવેલ... 

  અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ ત્યારબાદ આવેલ તમામ અગ્રણી તેમજ બાળકોને મીઠા મોઢા કરાવી અંતમાં શાળાના પ્રિન્સિપાલ શ્રી નાનજીભાઈ મકવાણા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ આ કાર્યક્રમનું સંચાલન ખડસલી પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઈ નીનામા દ્વારા કરવામાં આવેલ. અને આ તકે તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ચેતનભાઇ માલાણી તેમજ તલાટી મંત્રી શ્રી દિલીપભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા આ તકે ખડસલી પ્રાથમિક શાળા ના કિરીટભાઈ રાઠોડ હાજર રહી કાર્યક્રમ પૂર્ણતા જાહેર કર્યો.

રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા