મોસ્કુટ ગામેથી ઈંગ્લીશ દારૂ સાથે એક આરોપી ઝડપાયો

મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમિના આધારે મોસ્કુટ ગામે વડપાડા ફળિયામાં રહેતા આરોપી પ્રકાશભાઈ ઉસનભાઈ વસાવાના કબજા ભોગવટાના ઘરમાં પરોહિબ્યુસ અંગે રેડ કરતા ઘરમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ મળી આવ્યો

ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસોએ ઇંગલિશ દારૂ રોયલ વિસ્કી 180 M.L ના પ્લાસ્ટિકના કોટરીયા નંગ 07 કિંમત રૂપિયા 700 તથા દેશી દારૂ સોફ્ટ ટેંગો 90 ML ના પ્લાસ્ટિકના કોટરીયા નંગ 9 કિંમત રૂપિયા 450 તથા 500 ML ના ટીન બિયર નંગ ચાર કિંમત રૂપિયા 400 મલી કુલ 1550 ના મુદ્દા માલ સાથે આરોપી પ્રકાશભાઈ ઉસનભાઇ વસાવાને ઝડપી પાડીને આરોપી વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે