રાજુલા તાલુકાના મોરંગી ગામે હિન્દૂ મુસ્લિમ સમાજ ભેગા મળી કોમી એકતાથી- ભાઈચારા ના પ્રતિક સમાન જન્માષ્ટમી ની ઉજવણી કરવામા આવી.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામ કૃષ્ણભક્તિના રંગે રંગાયું, મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો

મોરંગી ગામ ખાતે આજે બન્ને સમાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણાં કરવામાં આવ્યા હતા.

ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા મારુતિ મિત્ર મંડળ દ્વારા પ્લોટ વિસ્તાર રામાપીર મંદિર થી નીકળી ઈમામ હુસૈન ચોક થઈ મુખ્ય બજારમાં થઈ રામાપીર મંદિરે પૂર્ણ થઈ હતી. ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા ઈમામ હુસૈન ચોકમાં ચા નાસ્તા ની સબિલ ગોઠવવામાં આવી હતી, અને મુખ્ય બજારમાં મુસ્લિમ સમાજ દ્વારા મટકી નું આયોજન કરવામાં આવ્યું હતું અને સબિલ એ હુસૈનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બધા ભક્તો માટે શરબત અને ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારે દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે એક તરફ મોહરમના દિવસો ચાલે છે ત્યારે જન્માષ્ટમીમાં આવું આયોજન થાય છે તે ખૂબ નોંધનીય વાત છે અને મોહરમમાં જુલૂસ માતમ દરમિયાન હિન્દુ સમાજ તરફ થી પણ શરબત ચાનું દર વખતે આયોજન કરવામાં આવે છે . ખાલી ખાલી નથી કેહવાતું કે મોરંગી એકતા નું પ્રતીક છે મોરંઞી ના દરેક સમાજ ના તમામ ગ્રામજનો જ્ઞાતીજાતી ના વાડા થી દુર રહી ભાઈ ચારા ની ભાવના થી દરેક ધામીક તહેવારો ઉજવે છે

રીપૉટર. આતાભાઈ વાઘ વિકટર