રાજસ્થાનના ઉદયપુરમાં 5 દિવસ પહેલા ઉદેપુર અમદાવાદ રેલ્વે રૂટ પર સલુમ્બર પાસેના બ્રિજ પરના ટ્રેકને ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.કુલ 4 જણા ને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
SOGના ADG અશોક રાઠોડે આ બાબતનો ખુલાસો કરતાં સાંજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વિસ્ફોટના સંબંધમાં ધૂલચંદ મીણા, ઉંમર વર્ષ 32 તેમજ પ્રકાશમાં 18 અને 17 વર્ષના છોકરાઓને પકડવામાં આવ્યા છે, જે ત્રણેય જાવર માઇન્સ એકલિંગપુરા ગામના છે. આ ત્રણેયને વિસ્ફોટક સામગ્રી આપવા બદલ અંકુશ સુવાલકાની ધરપકડ કરવામાં આવી હતી.
એડીજી રાઠોડે જણાવ્યું કે, મુખ્ય આરોપી ધુલચંદ પહેલા હિન્દુસ્તાન ઝિંકમાં કામ કરી ચૂક્યો છે અને છેલ્લે તે તેમના વિશે થોડા સમય પહેલા જાણતો હતો, તેણે આ પ્લાનમાં તેના ગામમાં રહેતા તેના પિતરાઈ ભાઈઓને સામેલ કર્યા હતા.
તેણે બંને ભાઈઓને વિશ્વાસ માં લઇ કહ્યું હતું કે થોડું નુકસાન થશે, તેથી બંને તેની વાત માં આવી ગયા હતા. કહેવાય છે કે 1974- અને 1980માં ધૂલચંદ મીણાની જમીન રેલવે અને હિન્દુસ્તાન ઝિંક દ્વારા અધિગ્રહણ કરવામાં આવી હતી, જે પછી તેને પરત મળી ન હતી. જેના માટે તેને ખુબ લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો અને અધીગ્રહણ કરેલી જમીન ના બદલે વળતર અને નોકરી માટે પ્રયાસો કરવાં છતાં કોઈપણ જાતની મદદ કે વળતર મળ્યું ના હતું, જેથી તે નાસીપાસ થઇ માનસિક રીતે અસ્વસ્થ થઇ ગયો હતો, ત્યાર બાદ તેને બદલો લેવા માટે ષડયંત્ર રચ્યું અને બદલા સ્વરૂપે તેને માઇન્સ માં ફોડવામાં આવતા જીલેટીન બોમ્બ નો ઉપયોગ કરી રેલવે ટ્રેક ને ઉડાડવાનું અને બ્લાસ્ટ કરવાનું કાવતરું બનાવ્યું હતું.
અંકુશના પિતા ફતેહલાલ સુવાલકાના પાસે વિસ્ફોટકો વેચવાની લાયસન્સવાળી દુકાન છે. એ ડી જી રાઠોડે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે આ તમામનો કોઈ જાનહાની કરવાનો ઈરાદો નહોતો અને ડુંગરપુરના આસપુરમાં નદીમાંથી મળેલા જિલેટીન સાથે પણ તેમને કોઈ લેવાદેવા નથી.
* પરંતુ અધિગ્રહણકરેલી જગ્યા ના બદલે કોઇ મદદ ન મળતાં તે માનસિક રીતે અસ્વસ્થ બની ગયો હતો અને રેલવે ટ્રેકને ઉડાવી દેવાની યોજના ઘડી હતી, પરંતુ ટ્રેન પસાર થયા બાદ તેવું આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
અને આગળ જઈને રેલવે ટ્રેકને ઉડાવી દેવાની યોજના ઘડી હતી અને આ યોજના હેઠળ આ ત્રણેય સહિત 12 નવેમ્બરના રોજ રાત્રે 11:00 કલાકે ઉદેપુર અમદાવાદ રેલવે પર બનેલા ટ્રેકને ટ્રેન પસાર થયા બાદ
ઉડાવી દીધો હતો. આ આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
આરોપીઓએ જણાવ્યું કે તેઓએ આ બધુ બદલો લેવા માટે કર્યું હતું.આ ઘટના બાદ ત્રણેય મોટરસાઇકલ પર નીકળી ગયા હતા અને ઉદયપુરના સબીનામાં એક જગ્યાએ છુપાયા હતા.આજે તેમની ધરપકડ કરવામાં આવી હતી. અહીંયા આ બનાવ ને આંતકવાદી પ્રવુતિ ના એંગલ થી પણ તપાસ કરવામાં આવી હતી.
રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.