મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરહદી સુઇગામ તાલુકાના કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલ જળસંચયના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હરે કૃષ્ણ સરોવરની મુલાકાત લીધી હતી, આ સરોવરના નિર્માણથી આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે સાથે જ લોકોની સિંચાઇની સમસ્યાનું નિરાકરણ આવશે..

જળસંચય માટેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું, તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ પાસેથી આ પ્રોજેકટની સંપૂર્ણ માહિતી મેળવી પ્રોજેકટની સમીક્ષા કરી હતી..

આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવશ્રી રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, સિંચાઇ વિભાગના સચિવ કે.પી.રાબડીયા, કલેકટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી, પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલ, સરપંચ હરેશ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..

નીરજ બોડાણા બનાસકાંઠા