આગામી તા.૨૦/૧૧/૨૦૨૨ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી શહેરમાં પધારશે.
તેઓ અમરેલી એરપોર્ટ ખાતે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા આવશે. વડાપ્રધાન "Z+ S" કક્ષાની સુરક્ષા ધરાવતા હોય,
આથી તેમની સુરક્ષાને ધ્યાને લઈ અમરેલી એરપોર્ટ, અમરેલી શહેરના ફોરવર્ડ ગ્રાઉન્ડ તથા વડાપ્રધાન જે માર્ગે પસાર થવાના છે તે વિસ્તારને
જિલ્લા મેજીસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા દ્વારા "નો-ફ્લાય ઝોન" જાહેર કરવામાં આવ્યો છે.
તા.૨૦ નવેમ્બરના રોજ સવારે ૯.૦૦ થી સાંજે ૭.૦૦ કલાક સુધી અમરેલી એરપોર્ટ તથા તેની આસપાસના ત્રણ કિ.મી. ત્રિજ્યાનો વિસ્તાર, ફોરવર્ડ ગ્રાઉન્ડ તથા તેની આસપાસના ત્રણ કિ.મી.ત્રિજ્યાનો વિસ્તાર, વડાપ્રધાન ના રુટ પરના ત્રણ કિ.મી. ત્રિજ્યાનો વિસ્તાર નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં પરવાનગી સિવાયની તમામ ફ્લાઈટ, હેલિકોપ્ટર, ડ્રોન કે અન્ય તમામ પ્રકારના ઉતરાણ કે ઉડ્ડયન કરવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામાના ઉલ્લંઘન કરનાર સામે ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮ હેઠળ સજા ને પાત્ર થશે.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા /અમરેલી.