તળાજા માર્કેટિંગ યાર્ડમા અમુક વેપારીઓ દ્વારા ખેડુતોને કપાસમા લૂંટવાની જાદુઇ અધાર પછેડી ઓઢીને મુગી રમત ચાલતી હતી સલાખે (લુગડે) એક કિલો કાપવાનુ અને વાહને દસ કિલો કપાસ કાપવાનો તાલીબાની કાયદો ઠોકી બેસાડ્યો તેની ખેડુત આગેવાનોને જાણ થતાં તળાજા માર્કેટિંગ યાડૅના પ્રમુખશ્રી ભીમભાઇ.ડાયરેક્ટરશ્રી ઘનશામસિહ મુખી.હરજીભાઇ ધાધંલીયા.સેકેટરીશ્રી વિગેરેની હાજરીમા આજે તા.૧૭/૧૧/૨૦૨૨ ના રોજ સવારે ૧૦ કલાકે યાડૅમા અગત્યની મીટીગ મળેલી તેમા જીલ્લાના ખેડુત અગ્રણીઓ વાળા ભરતસિહ પોપટભા (તરેડી) દશરથસિહ ગોહીલ તણસા,રમેશભાઇ જાની (સાખડાસર) ભરતસિંહ યાદવ(તણસા.વાવડી) કિસાન ક્રાતિ પ્રમુખ ઘોઘા.મકનભાઇ (તણસા.વાવડી) કિસાન સંઘ પ્રમુખ ઘોઘા વિગેરે આગેવાનોની હાજરીમા યાડૅના પ્રમુખશ્રી.ડાયરેકટરોશ્રી.સેકટરીશ્રી વિગેરેએ ખેડુત અગ્રણીઓની વાત યોગ્ય છે તેથી ખેડુતો તરફી હમદર્દી દાખવી બે દિવસમા આવતા શનીવારે વેપારીઓને બોલાવી ખેડુતોની તરફેણમા નીર્ણયો લેશુ અને સોમવારથી વાહને દસ કિલો કપાસ કાપવાનુ સંદતર બંધ કરવાનો કડક ઠરાવ કરશુ.તેમજ સલાખો (લુગડુ) ૪૦૦ થી ૬૦૦ ગ્રામનુ હોય છે તેનુ ખાલી વજન કાપશે ઉભામાપે એક કિલો કાપે છે તેથી ખેડુતોને રૂપીયા ૩૦ થી ૫૦ ઓછા મળે છે તે બંધ થશે.તેમજ યાડૅમા કપાસ વેચાયા પછી જેતે વેપારીના બે થી સાત કિલોમીટર દૂર વાહન ખાલી કરવા જીનીગે જવુ પડે છે અને જીનીગે ખેડુતનો અડધો કપાસ ખાલી થયા પછી કપાસ નબળો છે.હવા વધારે છે.પેસી-ગોગડા.કચરો છે વિગેરે બહાના બતાવીને આ કપાસ નહિ ચાલે પાછો ભરી લો તેવી રોન કાઢી ખેડતને ૧૦૦ થી ૩૦૦ રૂપીયા ભાવ ઓછો આપવાની લૂટ ચાલે છે તે સંદતર બંધ કરાવવા ભરતસિંહ વાળા અને દશરથસિહે આક્રોશ સાથે ધારદાર રજુઆત કરી.અને આવા ગંભીર મુદે યાડૅના સત્તાધીશોએ લાલઘૂમ થવુ પડશે અન્યથા અમો લાલઘૂમ થશુ તેવી ચીમકી ઉચ્ચારી થોડીવાર વાતાવરણ તંગ થયુ હતુ તેથી યાડૅના પ્રમુખશ્રી ભીમભાઇ વિગેરે એ ખેડુતોનો કપાસ યાડૅમા જાહેર હરાજીથી વેચાયો હોય તેમા પાછળથી જીનીગે જુદાજુદા બહાના બતાવી ઓછો ભાવ આપવામા આવે છે તે અમો હરગીઝ ચાલવા દેશુ નહિ તેવુ જણાવેલ અંતે તમામ નીર્ણયો ખેડુતાના હિતમા લેવાયા તેથી ખેડુત અગ્રણીઓ એ ખુશી વ્યક્ત કરી.તેમજ છેલ્લે ભરતસિહ વાળાએ ભાવનગર,મહુવા.ઉંઝા, ગોંડલ.રાજકોટ જેવા મોટા યાર્ડોમાં ખેડુતાના મતથી જીતેલા યાડૅના સત્તાધીશોની દેખરેખ નીચે ખેડુતોને લૂટવાની માનીતા વેપારીઓ સાથે સાઠગાંઠ ચાલે છે તેના કરતા તળાજા માર્કેટિંગ યાડૅના સત્તાધીશો અને કર્મચારીઓ અનેક ગણા પ્રમાણીક છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिले के नये पुलिस अधीक्षक राजेन्द्र कुमार मीणा ने किया पदभार ग्रहण
जिले मे आज दिनांक 25.09.2024 को नये पुलिस अधीक्षक राजेन्द्र कुमार मीणा द्वारा कार्यभार ग्रहण किया...
বাইপাছৰ কাম ক্ষীপ্ৰতৰ কৰক, নহ'লে কেঞ্চেল হ'ব : দৰঙৰ উপায়ুক্তক নিৰ্দেশ সাংসদ দিলীপ শইকীয়াৰ
বাইপাছৰ কাম ক্ষীপ্ৰতৰ কৰক, নহলে Cancel হব : দৰঙৰ উপায়ুক্তক নিৰ্দেশ সাংসদ দিলীপ শইকীয়াৰ।
Uttarakhand के लिए Nitin Gadkari ने किया बड़ा एलान, बोले- साल 2024 के अंत तक हो जाएंगी US जैसी सड़कें
केंद्रीय मंत्री ने कहा है कि उत्तराखंड में वर्तमान में 3608 किलोमीटर तक फैले राष्ट्रीय राजमार्ग...
Uttarakhand के Haridwar में बस पलटने से डेढ़ साल के बच्चे समेत दो की मौत, 40 लोग घायल। Breaking News
Haridwar Bus Accident: उत्तराखंड के हरिद्वार से बुधवार सुबह एक दर्दनाक घटना सामने आई जहां रोडवेज...
મહત્વપૂર્ણ ફેરફારો : આજથી ઓગસ્ટ મહિનો શરૂ, ચાલો જાણીએ આજથી બદલાયા આ નિયમો
આજથી ઓગસ્ટ મહિનો શરૂ. દર મહિનાની જેમ આ વખતે પણ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે. આ એવા ફેરફારો છે...