વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ખર્ચના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્‍નિલ ખરેએ વિવિધ ચેકપોસ્ટની મુલાકાત લીધી.. 

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

 બનાસકાંઠા જિલ્લાની વિવિધ બોર્ડર પર સ્ટેટીક સર્વેલન્સ ટીમ (SST) દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી..

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ખર્ચના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્‍નિલ ખરે અને હિસાબી અધિકારીશ્રી એચ.આર.ઠાકરએ રાજસ્થાન રાજ્યની સરહદને અડીને આવેલી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ચેકપોસ્ટની મુલાકાત લઇ સ્ટેટીક સર્વેલન્સ ટીમ (SST) દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું..

જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્‍નિલ ખરેએ બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્‍ટ આવલ ચેકપોસ્ટ (અમીરગઢ બોર્ડર) અને સરહદ છાપરી (રાજસ્થાન બોર્ડર) ઉપરાંત મહેસાણા જિલ્લા સાથે જોડાયેલી આંબાઘાટા ચેકપોસ્ટ તથા પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં આબુરોડ હાઇવે પર આર. ટી. ઓ ચેકપોસ્ટ અને ધનિયાણા ચારરસ્તા ચેકપોસ્ટની મુલાકાત લઇ ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલ સ્ટેટીક સર્વેલન્સ ટીમ (SST) દ્વારા કરવામાં આવતી વાહન ચેકીંગ સહિતની કામગીરીનું નિરીક્ષણ કરી ને ચૂંટણીલક્ષી આ કામગીરી ચોક્કસાઇપૂર્વક કરવા અંગે તેમણે જરૂરી સુચનો પણ કર્યા હતા..