વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી ઓ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી કયાક ને કયાક મતદારોને મનાવવા માટે રેવડીઓનો વરસાદ વરસાવી રહેલ છે. ૨૦૧૨ ની ચુંટણી માં આપવામાં આવેલ રેવડીને ૨૦૨૨ માં પણ વહેચી રહેલા નેતાઓને સારી રીતે ઓળખી ગયેલ જનતા કોઈપણ ઉમેદવાર ની ખંધીચાલમા નહી આવે... ચુંટણીના સમરાંગણમાં મતદારોને, કાર્યકરોને સામસામા કરી દેવાની વાતો જેવીરીતે ભુતકાળ બની ગયેલ છે એવીજ રીતે મતદારોને મુર્ખ બનાવવાની રેવડીઓ થી હવે જનતા જાગી ગયેલ છે. મોંધવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, અસુવિધા, અસુરક્ષિતતા, કૌમવાદ, જાતિવાદ, ઉશ્કેરણીઓ થી મતદારો હવે તંગ આવી ગયા છે. મતદાન કરવુ એ લોકશાહી નો પર્વ જરૂર છે પરંતુ લોકશાહી ના આ પર્વ માં મુર્ખ બનવુ લોકોને હવે પસંદ નથી