દેવ મોગરા ખાતે રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી મહિલા સાથે છેતરપિંડી કરતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર આ કામના આરોપી (1) રણજીતસિંહ ભરતસિંહ પરમાર (2) અનિલભાઈ પરસોત્તમભાઈ પટેલ (3) સનાભાઇ પરમાર તથા અન્ય એક (4) અજાણ્યા ઈસમ મળી ચારે આરોપીઓએ આ કામના ફરિયાદી બહેન ઉષાબેન વિનોદભાઈ પરમાર પાસેથી રૂપિયા 1.05.000 પડાવી લેવાના ઇરાદે ગુનાહિત કાવતરું રચી આ કામના ફરિયાદી બહેન ને દેવમોગરા ખાતે બોલાવી વિધિ કરી રૂપિયા ડબલ કરવાની લાલચ આપી ફરિયાદી બહેન સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના બનતા આ કામના ફરિયાદી ઉષાબેન વિનોદભાઈ પરમારે સાગબારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

સદર ઘટનાની જાણ સાગબારા પોલીસને થતા સાગબારા પોલીસે આરોપી (1) રણજીતસિંહ ભારતસિંહ પરમાર (2) અનિલભાઈ પરસોત્તમભાઈ પટેલ (3) સનાભાઇ પરમાર તથા અન્ય એક (4) અજાણ્યા ઈસમ મળી કુલ ચાર વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે......