ઉમરેઠ ૧૧૧-વિધાનસભાના પણસોરાના રહેવાસી સદરૂમિયા ઉસ્માનમીયા બેલીમ કે જેઓ ભૂતપૂર્વ સૈનિક છે અને છેલ્લા દસ વર્ષથી પંચાયતના સભ્ય પણ છે તથા સેવાકીય રૂપે તેઓ પત્રકાર સ્વરૂપે સેવા આપી રહ્યા છે. પણસોરા ખાતે ધર્મગુરુ સૈયદઅલી ઐયુબ બાપુના આશીર્વાદ લઇ પોતાના સમર્થકો સાથેની ભવ્ય રેલી લઈને મામલતદાર કચેરી પહોંચ્યાં હતાં. ઉમરેઠ ચૂંટણી અધિકારી સમક્ષ વિજય મૂહૂર્તમાં ઉમેદવારી નોંધાવતું ફોર્મ ભરી અપક્ષ તરીકેની ઉમેદવારી નોંધાવી હતી.
ભૂતપૂર્વ સૈનિક અને પત્રકાર તરીકે સેવા આપતા સદરું બેલીમે 111 ઉમરેઠ વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યો.

