ખેડબ્રહ્મા સિનિયર સિવિલ કોર્ટમાં આજે ઈ સેવા કેન્દ્ર નો શુભારંભ કરવામાં આવ્યો
ખેડબ્રહ્મા શહેરમાં આવેલ ખેડબ્રહ્મા સિનિયર સિવિલ કોર્ટમાં સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી કે.સી.મંઘાણી ના અધ્યક્ષ સ્થાને અને ખેડબ્રહ્મા બાર એસોસિએશનના પ્રમુખશ્રી નરેન્દ્રસિંહજી ચાવડા તથા મંત્રી શ્રી પરબતભાઈ ડાભી તથા સિનિયર વકીલ વિજયભાઈ ત્રિવેદી તથા વિરલભાઈ વોરા એડવોકેટ હડીઓલ સાહેબ તથા જયકિશન યાજ્ઞિક તથા સતપાલસિંહ તથા કિર્તીભાઈ તુરી અન્ય વકીલ શ્રી ઓ હાજર રહી ઈ સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ ઈ સેવા કેન્દ્રથી પક્ષકારોની તથા વકીલ શ્રી ઓની કોર્ટમાં થતા હુકમોની જાણ સરળતાથી થશે જેનો લાભ તમામ પક્ષકારો વકીલ શ્રી ની કામગીરીમાં સરળતા અને સ્પર્શતા ઉત્પન્ન થશે જે ખૂબ જ સારી બાબત છે તેવું ખેડબ્રહ્મા શહેરના સિનિયર સિવિલ કોર્ટના સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી કે.સી મંઘાણી એ જણાવ્યું