ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી માં રાજકીય ચિત્ર સતત બદલાતુ રહેલ છે. એમાં પણ ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના જે.વી કાકડીયા, આમ આદમી પાર્ટીના કાંતીભાઈ સતાસીયા અને કોંગ્રેસના ડો.બોરીસાગર વચ્ચેના ત્રિપાંખીયા જંગમાં જનતાદળ ના પાયલ પટેલ ની સાથે અપક્ષ મજબુત ઉમેદવાર તરીકે ઉપેન્દ્ર ભાઈ વાળા પણ આ ચુંટણી જંગમાં આવતા ચિત્ર બદલાયુ છે... એમાં પણ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓની હાજરીમાં એક બેઠકનુ આયોજન થયેલ છે જેમાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવાર હાજર થવાના છે. આ મિટિંગ માં શુ નિર્ણય લેવાય છે એ અંગેની માહિતી હજીસુધી પ્રાપ્ત થયેલ નથી