ફતેપુરા ૧૨૯-વિધાનસભા મતવિસ્તારના ભારતીય ટ્રાયબલ પાર્ટીના  ઉમેદવાર તરીકે અલ્કેશ કટારાએ ઉમેદવારી નોંધાવી. આજે તારીખ ૧૭ નવેમ્બર ૨૦૨૨ ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે મામલતદાર કચેરીએ મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ ફતેપુરા ૧૨૯ વિધાનસભા મત વિસ્તારના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર અલકેશ કટારાએ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું તેઓની સાથે તેમના ટેકેદારો અને દરખાસ્ત કરનારા ઉપસ્થિત રહ્યા હતા.