રોકડ , મોબાઇલ ફોન સહિત કુલ કિં.રૂ .૩૧,૫૪૦ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ. ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ - જુગારની બદી દુર કરવા પ્રોહી - જુગારના કેસો કરવા સુચના આપેલ હોય ,

અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું ,

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમને ગઇ કાલ તા .૧૫ / ૧૧ / ૨૦૨૨ નાં રોજ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે,

ઉટવડ ગામે રેઇડ દરમ્યાન પાંચ ઇસમોને જાહેરમાં જુગાર રમતા રોકડ રકમ , મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી , પાંચેય ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી ,

પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

  જુગાર રમતા પકડાયેલ આરોપીઓ ( ૧ ) સંજય હમીરભાઇ ડાભી , ઉ.વ

        .૩૬ , રહે.ઉટવડ , તા.બાબરા ,

        જિ.અમરેલી.

 ( ૨ ) ઘનશ્યામભાઇ બાઘાભાઇ

         રાસીયા , ઉ.વ .૪૩ , રહે.ઉટવડ , 

         તા.બાબરા , જિ.અમરેલી

 ( ૩ ) વિપુલ બાબુભાઇ મકવાણા ,

        ઉ.વ .૨૮ , રહે.ઉટવડ ,

         તા.બાબરા , જિ.અમરેલી

 ( ૪ ) દીનેશ જાદવભાઇ ડાભી , ઉ.વ

         .૩૮ , રહે.ઉટવડ , તા.બાબરા ,

          જિ.અમરેલી

 ( ૫ ) રાજુ ભગવાનભાઇ ડાભી , ઉ.વ

         .૩૫ , રહે.ઉટવડ , તા.બાબરા ,

         જિ.અમરેલી

          પકડાયેલ મુદ્દામાલ

 રોકડા રૂ .૧૧,૫૪૦ / - તથા મોબાઇલ ફોન નંગ - ૪ કિ.રૂ .૨૦,૦૦૦ / - તથા ગંજીપત્તાના પાના નંગ - પર કિ.રૂ .૦૦ / - મળી કુલ કિં.રૂ .૩૧,૫૪૦ / - નો મુદ્દામાલ ,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ,

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી