સાવરકુંડલા ટાઉનમાં આવેલ મારૂતિ ડાયમંડ નામના હીરાના કારખાનામાંથી કુલ કિં.રૂ .૧,૧૮,૧૭૦ / - ના હીરાની ચોરી કરનાર ઇસમ,

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 ભાવેશ ગોવિંદભાઇ જોળીયા , ઉ.વ .૨૪ , ધંધો – હીરા ઘસવાનો રહે.ઉમરીયા , તા.ખાંભા , જિ.અમરેલી . વાળા ને પકડી પાડી , ૧૦૦ % મુદ્દામાલ રીકવર કરી , અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ.

 ગુન્હાની વિગતઃ

શામજીભાઇ ભોળાભાઇ સોલંકી , ઉ.વ .૩૨ , રહે.સાવરકુંડલા , ગોકળનગર - ર , નેસડી રોડ વાળાનું સાવરકુંડલા , દેવળા ગેઇટ નજીક વજલપરામાં મારૂતિ ડાયમંડ નામનું હીરાનું કારખાનું આવેલ હોય , ગઇ તા .૨૩ / ૧૦ / ૨૦૨૨ નાં રોજ આ કારખાનાનો હીરાનો હિસાબ કરતા આશરે ૭ કેરેટના નંગ - ૭૫૭ તળીયાના હીરા જેની કિ.રૂ .૧,૧૮,૧૭૦ / - નો હિસાબ ન મળતા ,

 જે અંગે તપાસ કરતા ગઇ તા .૨૧ / ૧૦ / ૨૦૨૨ નાં કલાક ૧૮/૦૦ થી કલાક ૧૯/૦૦ દરમ્યાન કારખાનામાં કામ કરતા કોઇ અજાણ્યા કારીગરે ચોરી કરેલ હોવાનું જણાય આવતા , આ અંગે શામજીભાઇ ભોળાભાઇ સોલંકી દ્વારા સાવરકુંડલા પો. સ્ટે માં ફરીયાદ આપતા

સાવરકુંડલા ટાઉન પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૨૨૨૦૮૭૩ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૮૧ મુજબનો ગુનો અજાણ્યા કારીગર, નોકર, ચોર, ઇસમ વિરૂધ્ધ રજી . થયેલ .

ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય ,

અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું .

અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ . એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ઉપરોક્ત ગુન્હાના અજાણ્યા આરોપી અંગે તપાસ તજવીજ દરમ્યાન

આજ રોજ તા .૧૬ / ૧૧ / ૨૦૨૨ નાં રોજ સાવરકુંડલા ટાઉનમાંથી બાતમી હકિકત આધારે

 એક ઇસમને પકડી પાડી ,

 તેમની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ કુલ હીરા નંગ - ૭૫૭ મળી આવતા , પકડાયેલ ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીઃ

ભાવેશ ગોવિંદભાઇ જોળીયા , ઉ.વ .૨૪ , ધંધો,હીરા ઘસવાનો રહે.ઉમરીયા , તા.ખાંભા , જિ.અમરેલી .

પકડાયેલ મુદ્દામાલઃ આશરે ૭ કેરેટ વજનના કુલ હીરા નંગ – ૭૫ % કુલ કિં.રૂ .૧,૧૮,૧૭૦ / - નો મુદ્દામાલ .

 આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ,

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી