પાવીજેતપુર તાલુકાના ઘૂટણવડ નવી વસાહત પાસે વહેલી સવારે લઘુસંકા માટે ઉભેલા વૃદ્ધને ડીજે ભરેલા ટેમ્પાએ ટક્કર મારતા કરુણ મોત
પાવીજેતપુર તાલુકાના ઘૂટણવડ નવી વસાહત પાસે વહેલી સવારે રડતભાઈ રાવળ લઘુસંકા માટે પોતાના ઘર આગળ રોડની સાઈડ ઉપર બેઠા હતા તે સમયે ડીજે ભરેલા આઇસર ટેમ્પો એ એકસીડન્ટ કરતા સારવાર દરમિયાન રડતાભાઈનું કરુણ મોત થવા પામ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના ઘૂટણવડ નવી વસાહતમાં રહેતા રડતાભાઈ ઉર્ફે રતનભાઈ રણછોડભાઈ રાવળનાઓ સવારમાં આશરે છએક વાગે જાગીને ઘરની આગળ રોડ ની સાઇડમાં પેશાબ પાણી કરવા નિકળેલ હતા. અચાનક રડતભાઈનો અવાજ અને કંઇક અથડાવાનો મોટે થી અવાજ આવેલ જેથી ઘર ના સભ્યો ઘર આગળ રોડ તરફ ગયેલ ત્યારે રડતભાઈ રોડની સાઇડમાં પડેલ હતા અને એક ડી.જે. ભરેલ આઇસર ટેમ્પો પાવીજેતપુર તરફ પુર-ઝડપે હંકારી ભાગતો હતો. બુમાબુમ કરતા ટેમ્પો ચાલક વાહન ભગાડી ભાગી ગયો હતો. મોટરસાઇકલ લઈને ડીજે ભરેલ આઈસરનો પીછો પણ કરેલ પરંતુ પકડાયેલ નહિ. ૧૦૮ મા રડતભાઈને બોડેલી ખાનગી હોસ્પીટલમાં લાવેલ અને ત્યાં સારવાર ચાલુ હતી રડતાભાઈને બન્ને પગે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ જેથી ખાનગી હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે રિફર કરતા એમબ્યુલન્સમાં વડોદરા લઇને જવા નિકળે અને બોડેલી સેવાસદન પાસે પહોંચતા રડતાભાઈ મરણ ગયેલ હતા.
આમ, પાવીજેતપુર તાલુકાના ઘૂટણવડ નવી વસાહત પાસે રોડ ની બાજુમાં લઘુ શંકા કરવા ઉભેલા ૬૬ વર્ષના રડતભાઇને ડીજે ભરેલ આઇસર ટેમ્પા એ ટક્કર મારતાં સારવાર દરમિયાન રડતભાઈનું કરુણ મોત થતાં પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.