સુરત જિલ્લામાં એક પ્રિંટિંગ મીલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. સુરત અને તાપી જિલ્લાની લગભગ તમામ ફાયરની 18 જેટલી ગાડીઓ આગને કાબુમાં મેળવવા ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.