ગાંધીધામમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી ગાંધીધામ ખાતે માનવતા ગ્રુપ આદિપુર દ્વારા સંકુલના પત્રકારોને એવોર્ડ અને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા અને રાષ્ટ્રીય પ્રેસ દિવસની શુભકામના પાઠવી હતી
દર વર્ષે સોળમી નવેમ્બરના પ્રેસ દિવસની સમગ્ર ભારતમાં વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ પ્રેસની સ્વતંત્રતા પ્રતિ જાગૃતતા ફેલાવવાનું છે. પત્રકારોના હક અને અધિકાર વિશે વિચાર વિમર્શ કરવાનો પણ આ દિવસ છે ત્યારે ગાંધીધામ ખાતે સંકુલના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સાથે સંકળાયેલા પત્રકારોએ સાથે મળી રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરી હતી .
રાષ્ટ્રીય પ્રેસ દિવસ ના ઉપલક્ષમાં પત્રકારોને પ્રોત્સાહન પૂરું પાડવા માનવતા ગ્રુપ આદિપુર કચ્છ દ્વારા એવોર્ડ અને સન્માન પત્ર આપી નવાજવામાં આવ્યા હતા. ઉપસ્થિત માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનિચાએ રાષ્ટ્રીય પત્રકાર દિવસની ઉપસ્થિત પત્રકારોને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે આ દિવસ ની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ દુનિયાભરના પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારોને સુરક્ષા નક્કી કરવાનું અને જાગૃતા લાવવાનું છે . વર્તમાન પ્રેસ સુરક્ષા મામલામાં ભારતનું સ્થાન ખૂબ જ નીચે છે ત્યારે ખુદ ભારતના લોકો જ ભારતીય મીડિયા પર તટસ્થાના સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે દેશના પ્રશ્નો અને લોકોની સમસ્યાઓના નિવારણ માટે સમાજ પત્રકારો પાસે મોટી અપેક્ષા રાખી રહ્યું છે . લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત કરવા પત્રકારોની અંદર એકતા સ્થાપિત કરવાનો પણ સમયનો તકાજો છે .
આ ઉજવણી નિમિતે મહેશ શોંધરવા, મનીષભાઈ ભોઈયા, દેવેન્દ્ર સોંદરવા,દીપક સોંદરવા , ચંદ્રેશ પટેલ, ચેતન પ્રજાપતિ ,દેવજી દાગડીયા, ધીરુભાઈ શ્રીમાળી, નાગશી માતંગ, અશરફ શા શેખ ,દિનેશ સુડીયા , દયાલ કાનન, જયેશ ભાનુશાળી, લક્ષ્મીચંદ પિત્રોડા, સમીર ડુંગરખીયા, કિશોર ધેડા, શ્યામ માતંગ , તેમજ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*