હાલોલ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવાયા છતાં પણ છેલ્લા કેટલાય દિવસોથી સસ્પેન્સ જાળવી કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારનું નામ 128-હાલોલ વિધાનસભા બેઠક માટે જાહેર કરવામાં ન આવતા અનેક તર્ક વિતર્કો સાથે અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી જ્યારે હાલોલ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા કોઈપણ ઉમેદવારનું નામ જાહેર ન કરવામાં આવતા કોંગ્રેસી કાર્યકરો પણ પણ મૂંઝવણમાં મુકાઈ અંદરો અંદર અકળાઇ ઉઠ્યા હતા જોકે કોંગ્રેસનો ઉમેદવાર કોણ તે અંગેની વિવિધ ચર્ચાઓ સાથે અનેક અટકળો પણ ઊઠવા પામી હતી જેમાં કોંગ્રેસના અગ્રણી કાર્યકરો સહિત કેટલાક યુવા કાર્યકરોના નામ પણ 128-હાલોલ વિધાનસભા બેઠક માટે ચર્ચામાં હતા જેમાં ગોધરાના રાજેન્દ્રસિંહ પરમારનું નામ મોખરે ચાલી રહ્યું હતું જેમાં આખરે ઉમેદવારી પત્રો ભરવાના આગલા દિવસ એટલે કે આજ રોજ કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા 128-હાલોલ વિધાનસભા બેઠક માટે રાજેન્દ્રસિંહ પરમારના નામ પર મહોર મારી તેઓનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું જેને લઈને છેલ્લા કેટલાય દિવસોથી હાલોલ પંથકમાં ચાલતી કોંગ્રેસનો ઉમેદવાર કોણ ? ની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.