ડીસા તાલુકાની સરકારી શાળાઓમાં ઓરડાઓની ઘટ ના લીધે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉનાળુ શિયાળો અને ચોમાસુ ત્રણેય ઋતુમાં ભારે મુશ્કેલી બેઠવી પડે છે ઉનાળામાં ગરમી તો શિયાળામાં ઠંડી અને ચોમાસામાં વરસાદના લીધે વિદ્યાર્થીઓ ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા હતા ત્યારે હવે ડીસા તાલુકાની 67 શાળાઓમાં 274 થી વધુ નવા ઓરડાઓ બનાવવાની મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયની અંદર નવા રૂમો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે
ડીસા તાલુકાની સરકારી શાળાઓમાં છેલ્લા ઘણા સમયથી રૂમોની ગટ હતી તો કેટલાક રૂમો જર્જરી હાલતમાં હતા જેના લીધે વિદ્યાર્થીઓને ન છૂટકે બહાર ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવો પડતો હતો અને આ ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવાના લીધે વિદ્યાર્થીઓને ખાસ કરીને ઉનાળામાં ગરમી તો ચોમાસામાં વરસાદના લીધે ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે આ સમસ્યા દૂર કરવા માટે ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆતને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા તાત્કાલિક ડીસા તાલુકાની 67 શાળાઓમાં 274 જેટલા ઓરડાની ઘટ હોવાથી તાત્કાલિક આ તમામ શાળાઓમાં 274 નવા ઓરડા બનાવવાની મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં ડીસા તાલુકાની જે શાળાઓમાં ઓરડાઓની ઘટ છે ત્યાં નવા રુમો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે નવા ઓરડા બન્યા બાદ વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકશે
બોક્સ
વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી દૂર થશે
અંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ડીસા તાલુકાની કેટલીક સરકારી શાળાઓમાં રૂમની ઘટ હતી જે અંગે સરકાર દ્વારા નવા રૂમો મંજૂર કરવામાં આવ્યા છે અને ડીસા તાલુકાની 67 જેટલી શાળાઓમાં 274 જેટલા નવા રૂમો મંજૂર કરવામાં આવ્યા છે અને જેનું કામ આગામી સમયમાં શરૂ કરાશે