ખંભાત વિધાનસભા મતવિસ્તાર માટે કોંગ્રેસ પાર્ટીએ એક દમદાર ઉમેદવારને ટીકીટ આપી છે.વાસણા સમરસ ગામના સરપંચ અને લોકપ્રિય યુવા નેતા ચિરાગભાઈ પટેલને કોંગ્રેસની ટીકીટ મળતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.પાર્ટી દ્વારા ચિરાગ પટેલ પર મહોર મારતા જ આતશબાજી કરી પુષ્પહાર પહેરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.પાટીદાર સમાજના અગ્રણી તેમજ તમામ સમાજને સાથે લઈને ચાલનાર યુવા ચહેરો એટલે ચિરાગ પટેલ.કર્મશીલ, સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર , શિક્ષણને પ્રાધાન્ય આપનાર ચિરાગ પટેલ હંમેશા લોકહિતના કાર્યો કર્યા છે.આવનાર વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બને તેવી અભ્યર્થના સહ ચિરાગ પટેલને ઠેર ઠેર જન આર્શીવાદ મળી રહ્યા છે.

(સલમાન પઠાણ-ખંભાત)