નારી વંદન ઉત્સવ નિમિતે સ્વાવલંબન દિવસનીઉજવણી અન્વયે ભુજમાં મહિલાઓ માટે સ્વરોજગાર મેળો યોજાયો..

ભુજ : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા તા.૦૧ થી ૦૭ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન " મહિલા વંદન ઉત્સવ" અને " વિશ્વ સ્તનપાન સપ્તાહ" ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભુજ અને વહીવટી તંત્ર ભુજ દ્વારા મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી હેઠળ કચ્છ જિલ્લાની રોજગાર ઇચ્છુક બહેનોને રોજગારી મળે તે હેતુથી ભુજખાતે સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં

આવ્યું હતું. 

કચ્છ જિલ્લાની મહિલાઓને સ્વરોજગારી મળે તે માટે જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારાની અધ્યક્ષતામાં સ્વામીનારાયણ સંસ્થા, ભુજના સભાખંડ ખાતે સ્વરોજગાર મેળો યોજવામાં આવ્યો હતો. જિલ્લાની સ્વરોજગાર ઇચ્છુક ગંગા સ્વરૂપા બહેનો, અભણથી સ્નાતક અને અનુસ્નાતક સુધીના અભ્યાસ કર્યો હોય તેવી બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ મેળામાં બહેનોને રોજગારી આપવાના હેતુથી જિલ્લાની વિવિધ સરકારી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી કંપનીઓએ ભાગીદાર બની ઉપસ્થિત રહી હતી. 

 કાર્યક્રમના અધ્યક્ષપારુલબેન કારાએ બહેનોને માનનીય પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા સ્વરોજગાર થકી સશક્તિકરણ કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ભંડેરીએ ખાસ ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. આ ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે દ્વારા બહેનો સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે હેતુથી મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગરની મહિલા સ્વાવલંબન યોજના તથા સરકાર ની મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અને કાયદાઓની માહિતી આપવામાં આપવામાં આવી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મયુરભાઇ ઠક્કર દ્વારા ધિરાણ યોજનાઓની માહિતી પુરી પાડવામાં આવી હતી. 

 આ પ્રસંગે જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, જિલ્લા રોજગાર અધિકારી એમ.કે. પાલા ઉપસ્થિત રહ્યા હતા.