મળતી માહિતી અનુસાર ગત 2 નવેમ્બરના રોજ મોડી રાતે પલસાણા ખાતે ચાર રસ્તા પર આવેલ કેસરીનંદન પેટ્રોલપંપની બાજુના આવેલ કોમ્પ્લેક્સના ભોંયતળિયે આવેલા IDBI બેન્કના ATM મશીને તસ્કરોએ નિશાન બનાવી ગેસ કટર વડે ATM મશીનનો આગળનો ભાગ કાપીને મશીનમાં લોડ કરેલ 17, 68, 700/-ની રોકડ રકમ લઈ નાસી છૂટ્યા હતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ જિલ્લા પોલીસની તમામ એજન્સીઓ તપાસમાં જોતરાઈ હતી તપાસ દરમિયાન પોલીસ અલગ અલગ ટિમો બનાવી CCTV ફુટેજની ઝીણવટ પૂર્વકની તપાસ કરી અલગ અલગ ફુટેજની કડીઓ જોડી ગુનેગારની ઓળખ મેળવી હતી પી. એસ. આઈ. એલ. જી. રાઠોડ અને પી. એસ. આઈ. આઈ. એ. સીસોદીયા નાઓને ખાનગી બાતમી દાર થકી બાતમી મળી હતી કે પલસાણા ATM મશીન કાપી તેમાંથી થયેલી 17. 68 લાખના રોકડ રકમની ચોરીના ગુનાના આરોપી પૈકીના બે આરોપી કડોદરા ખાતે નીલમ હોટલ પર ઉભા છે "જે બાતમી આધારે પોલીસની એક ટીમેં સ્થળ પરથી મેવાતી ગેંગના મહમદ અમીન ઉર્ફે હાફીસ અબ્દુલ મજીદ મેહર (રહે. બલડી માળા , રાજીવગાંધી સ્કૂલની નજીક થાના પોખરણ જી. જેસલમેર રાજસ્થાન )તેમજ મનસુરખાન ઉર્ફે મનીયા કાસમખાન નિઝામુદિન ઝુનેજા (રહે. લોરડીયા ગાજીમગરા, તા. ફ્લોદી જી. જોધપુર રાજસ્થાન)ની અટકયાત કરી પ્રાથમિક પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હતી પકડાયેલા બને આરોપીઓએ કબુલ્યું હતુ કે ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી અબ્દુલગની નિઝામદિન ઝુનેજા તથા હાસમદિન નાઓએ તેમની માલિકીની સ્કોર્પિયો RJ 18 UA 3567 અને ટ્રક UP 95 T 7830 લઈ  2 નવેમ્બરના રોજ તેઓ પલસાણા ખાતેના IDBI બેંકમાં ATM નજીક માણસોની અવરજવર ઓછી હોવાના કારણે તેને ટાર્ગેટ બનાવી ગેસ કટર વડે ATM મશીન કાપીને તેનાથી 17, 68, 700/-ની રોકડ રકમની ચોરી નાસી છૂટયા હતા પોલીસે બને આરોપીની અટકાયત કરી તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ 1, 91, 000/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી હતી.