સાવરકુંડલાની સીમમાં સિંહણ બાઈક પાછળ દોડી બાઇક ચાલકને પછાડી દઇ ઘાયલ કર્યો. સિંહણ થોડી દુર હટતા ઘાયલ યુવાન બચવા માટે ઝાડ પર ચડી ગયો.
સાવરકુંડલાના મહુવા રોડ પર સીમ વિસ્તારમા એક યુવાન બાઇક પર જતો હતો.ત્યારે સિંહણે દોટ મુકી બાઇક પરથી તેને પછાડી દઇ હુમલો કરી ઘાયલ કરી દીધો હતો .
આ યુવાને હાકલા પડકારા કરતા સિંહણ થોડી દુર હટતા ઘાયલ યુવાન બચવા માટે દોડીને ઝાડ પર ચડી ગયો હતો .
સાવરકુંડલાની સીમમા એક સિંહણે ત્રણ બચ્ચા સાથે કાયમી ધામા નાખ્યા છે .
મહુવા રોડ પર લીંડકીયા નેરા તરીકે જાણીતા લીંબાણીના પડતર ખેતરમા આ સિંહણ પડી પાથરી રહે છે .
સાવરકુંડલાના કનુભાઇ જસાભાઇ દેવીપુજક પોતાનુ બાઇક લઇ તેના ભાઇને વાડીએ ભાત દેવા જતા હતા ત્યારે સિંહણે સામે ચાલીને બાઇક તરફ દોટ મુકી હતી અને પંજો મારી બાઇક પછાડી દીધુ હતુ .
ત્યારબાદ સિંહણે કનુભાઇ પર હુમલો કરી દીધો હતો અને તેમનો પગ જડબામા દબાવી દેતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા .
આ યુવાને હાકલા પડકારા કરતા સિંહણ થોડી દુર હટી હતી સિંહણ પાછી હટતા જ કનુભાઇ ઘાયલ અવસ્થામા પણ લીમડાના ઝાડ પર ચડી ગયા હતા .
સિંહણ અહીથી ચાલ્યા ગયા બાદ ઝાડ પરથી નીચે ઉતરી સારવાર માટે સાવરકુંડલા હોસ્પિટલે પહોંચ્યા હતા . આ વિસ્તારમા બચ્ચાવાળી સિંહણની હાજરીના કારણે લોકોમા ફફડાટ વ્યાપીગયો છે સાવરકુંડલા પંથકમા સાવજોના હુમલાની ઘટના વધી છે . અગાઉ ઘનશ્યામનગરમા ત્રણ વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો હતો . તેનાથી થોડે દુર આવેલા વાવડીમા ૧૩ વર્ષીય કિશોરને પણ ફાડી ખાધો હતો . ત્યારે હવે તદન સાવરકુંડલા નજીક બચ્ચાવાળી જોખમી સિંહણ રહેતી હોવા છતા તંત્ર દ્વારા તેને દુર ખસેડવા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી .
.રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.