જૂનાગઢની આશિર્વાદ હોટેલમાંથી 40.25

લાખની પાવર ચોરી ઝડપાઇ છે. આ અંગે

મળતી વિગત મુજબ શહેરના દોલતપરા રોડ પર

માર્કેટિંગ યાર્ડ નજીક આવેલ હોટેલ આશિર્વાદમાં

પાવરની ચોરી થતી હતી. આ અંગે જાણ

થતા પીજીવીસીએલની ટીમે ચેકીંગ હાથ ધર્યું

હતું. ચેકિંગ દરમિયાન પાવરની મોટાપાયે ચોરી

થતી હોવાનું જણાતા મિટર ઉતારી સિલ મારી

લેબોરેટરીમાં મોકલી દેવાયું હતું. આ મિટરની

લેબમાં ચકાસણી થતા મિટર સાથે ચેડા કરી

પાવર ચોરી થતી હોવાનું જણાયું હતું.

પરિણામે પીજીવીસીએલ દ્વારા 35,45,688.70

રૂપિયાનું બિલ અને 4,80,000નો કમ્પાઉન્ડીંગ

ચાર્જ ગણી કુલ 40,25,688.70 રૂપિયાનું પાવર

ચોરીનું બિલ ફટકાર્યું છે. દરમિયાન પાવર ચોરી

અંગે પીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું

હતું કે, મિટરની અંદર મેગ્નેટિક સ્વિચ લગાવાઇ

હતી જેના કારણે મિટર વધુ ન ચાલે. ખાસ કરીને

આ મેગ્નેટિક સ્વિચ મિટરની મેમરી ડિસ્ટર્બ કરી

નાંખે છે.જેથી જેટલો વપરાશ થયો હોય તેટલો પાવર

તેમાં ન નોંધાય પરંતુ જેતે વ્યક્તિ જેટલું ઇચ્છે

તેટલો જ પાવર તેમાં નોંધાય. આમ, મોટાપાયે

પાવરની ચોરી કરવામાં આવી હતી. જોકે,

આવડી મોટી હોટેલ હોવા છત્તાં વિજ વપરાશનું

ઓછું બિલ બનતું હોય બિલ બનાવનારને કે કોઇ

અધિકારીને લાંબા સમય સુધી પાવર ચોરીની ગંધ

કેમ ન આવી?આવા સવાલો પણ ઉઠી રહ્યા છે. 

75 લાખના બદલે 40 લાખનું બિલ !!

આ અંગે આરટીઆઇ એક્ટિવિસ્ટ જીજ્ઞેશભાઇ

પંડયાએ જણાવ્યું હતું કે, ઘણાં લાંબા

સમયથી પાવર ચોરી થતી હતી. ત્યારે 40

નહિ પરંતુ 75 લાખની પાવર ચોરી થઇ હોવાનું

પીજીવીસીએલના અધિકારીઓમાં જ ચર્ચાઇ

રહ્યું છે. વળી, મિટર ઉતારી નવું મિટર લગાવી

દીધું ત્યારે ચોરી પકડી શકાય તેવા સાધનો હોવા

છત્તાં સ્થળ પર જ પાવર ચોરીનું બિલ કેમ ન

આપ્યું? તો પછી 2 થી 2.50 લાખની કિંમતના એક્યુચેક

મશીન સાથે રાખવાની જરૂર શું છે? મિટરનું

સિલ તોડી, સ્વિચ ફિટ કરી પછી ફરી સિલ મારી

દીધું ત્યાં સુધી કોઇને ખ્યાલ ન આવ્યો? આમાં

પીજીવીસીએલના કોઇ કર્મચારી કે અધિકારીની

સંડોવણી હોવાની શક્યતા નકારી શકાતી નથી.

જો રજૂઆત ન કરી હોત તો ભીનું સંકેલાઇ જાત

અથવા 20 લાખથી નીચેનું બિલ અપાત જેથી

અન્ય અધિકારીઓ પર છાંટા ન ઉડે.

એક્યુચેક મિટરથી પાવર ચોરી જાણી શકાય

આ અંગે પીજીવીસીએલમાં થતી ચર્ચા મુજબ

સર્કલની ટીમ દ્વારા ચેકિંગ કરાયું હતું. આઇસી

મતલબ ઇસ્યુલેશન ચેકીંગ સ્ક્વોર્ડ પાસે

એક્યુચેક મશીન હોય છે જેનાથી કેટલી ચોરી

થઇ તે સ્થળ પર જ જાણી શકાય છે. આ

ઉપરાંત ક્લીપન મશીન પણ હોય છે. આ મશીન

દ્વારા એ જાણી શકાય છે કે, મિટર કેટલા લોડ લે

છે અને કેટલી માંગણી કરે છે. તેમ છત્તાં સ્થળ

પર બિલ ન અપાયું!!લેબોરેટરીમાં ચેક પછી ખબર પડે

આ અંગે પીજીવીસીએલના અધિકારી મુકેશ

મંડોરાએ જણાવ્યું હતું કે, કોઇએ લંગરીયું નાંખ્યું

હોય અથવા ડાઇરેક્ટ કનેકશન લીધું હોય તો

તુરત બિલ આપી શકાય છે. આ મિટર સસ્પેક્ટેડ

હતું. ત્યારે આવી શંકાસ્પદ હાલતમાં જણાતા

મિટરને ઉતારી ગ્રાહકની હાજરીમાં સિલ મારી

લઇ જવાય છે.

બાદમાં લેબોરેટરીમાં ચેક કરવામાં આવે છે.

લેબોરેટરનો રિપોર્ટ આવે બાદમાં પાવર ચોરીનું

બિલ અપાય છે. જો પાવર ચોરી પકડવી જ

ન હોય તો મિટર ચેકીંગ કરવા માટે ટીમ જ ન

જાયને. વળી પીજીવીસીએલના કોઇની સંડોવણી

નથી. કોઇ અન્ય કારીગરે પોતાની સ્કિલનો

ઉપયોગ કરી મિટરનું સિલ તોડી મેગ્નેટિક સ્વિચ

લગાવી બાદમાં ફેવિક્વિક જેવા કોઇ પદાર્થથી

ફરી સિલ મારી દીધું હોવાની સંભાવના છે. 

રિપોટેર રેશમા સમા જુનાગઢ