*સરહદી સુઈગામ તાલુકાના છેવાડાના ગામ જલોયા ભરડવા વગેરે ગામોના ખેડૂતોને શિયાળુ પિયત માટે નર્મદાના પાણી માટે ખેડૂતો જોઈ રહ્યા છે રાહ...*
*આને કહેવાય વિકાસ હલકી ગુણવત્તાનું કામ કરીને કોન્ટકટરો પોતાના ગજવા ભરી રહ્યા છે*
સરહદી વિસ્તાર એવા સૂઈગામ તાલુકાના છેવાડાના ગામ જલોયા સુઈગામ ભરડવા સનાલી.દેવપુરા વગેરે ગામોના ખેડૂતોને શિયાળો પિયત માટે નર્મદા કેનાલમાંથી મળશે પાણી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે પરંતુ હજી પણ કેનાલ નું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે જેના લીધે ખેડૂતોના શિયાળુ પાકો બળી રહ્યા છે જે કેનાલનું રીપેરીંગ કામ થતું હોય તે એકદમ ખરાબ થઈ રહ્યું છે કામના સ્થળે કોઈ જવાબદાર નર્મદાના અધિકારી પણ જોવા મળતા નથી મજૂરોના ભરોસે કામ થઈ રહ્યું છે સ્થાનિક ધારાસભ્ય હાલ ચૂંટણીમાં વ્યસ્ત છે તેમને ખેડૂતોને પાણી મળે તેમાં કોઈ જ રસ લાગતો નથી તાકીદે પાણી છોડવામાં આવે તેવી અમારી ખેડૂતોની રજૂઆત છે જોકે જે સ્થળે અત્યારે રીપેરીંગ કામ થઈ રહ્યું છે તે કેનાલમાં પણ તિરાડો જોવા મળી રહી છે અને કેનાલના રીપેરીંગ કામમાં વપરાતી જાળી મૂકીને આરસીસી કામ કરવામાં આવે છે પરંતુ ક્યાંક ક્યાંક તો જાળી પણ ખુલી જોવા મળી રહે છે નર્મદા કેનાલના કોઈપણ કોન્ટ્રાક્ટર પણ સ્થળ પર જોવા મળતા નથી કેનાલ રીપેરીંગ નું કામ પણ એકદમ હલકી ગુણવત્તા વાળું થઈ રહ્યું છે આને કહેવાય વિકાસ હલકી ગુણવત્તાનું કામ કરી કોન્ટેક્ટ પોતાના ગજવા ભરી રહ્યા છે તેના લીધે ખેડૂતોને ભોગવું પડે છે પરિણામ અંધેરી નગરીને ગંડુ રાજા કહેવત સાબિત થતી જોવા મળી રહે છે એકદમ હલકી કક્ષાનું કામ થઈ રહ્યું છે જ્યારે પત્રકારોની ટીમ આ રીપેરીંગ થતી માડકા ડિસ્ટ્રીબ્યુટર કેનાલની મુલાકાત લેતા જાણવા મળ્યું કે ચાર પાંચ મજૂરો પોતાની રીતે નર્મદા કેનાલનું આરસીસી કરતા જોવા મળ્યા જ્યારે મજૂરોને પૂછવામાં આવ્યું કે કોન્ટ્રાક્ટર કોણ છે ત્યારે એવો જવાબ મળ્યો કે અમને કોન્ટ્રાક્ટરની ખબર નથી અમે તો મજૂરી કામ કરીએ છીએ જો આ રીતે કેનાલાનું કામ રામ ભરોસે થતું રહેશે તો આ કેનાલો આવતા વર્ષે ફરીથી રીપેરીંગ કરવી પડશે તેવું જોવા મળી રહ્યું છે હવે તો એ જોવાનું રહ્યું કે શું નર્મદા વિભાગના જવાબદાર અધિકારી સ્થળ મુલાકાત કરશે કે પછી આમને આમ રામ ભરોસે કામ થશે અને ક્યારે મળશે ખેડૂતોને નર્મદા નું પાણી એ તો હવે આવનાર સમય જ બતાવશે...
અહેવાલ : કિરણ એપા 6356315171