વિશાળ જનઆશીર્વાદ સંમેલન બાદ હાર્દિક પટેલે વિરમગામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ
વિરમગામ વિધાનસભા માંગે પરિવર્તન, ૧૦ વર્ષનો અંધકાર થશે દૂર, કમળ ખીલશે સુખનો સૂર્યોદય થશે, જીતશે વિરમગામ માંડલ દેત્રોજ : હાર્દિક પટેલ
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ વિધાનસભા માંગે પરિવર્તન, ૧૦ વર્ષનો અંધકાર થશે દૂર, કમળ ખીલશે સુખનો સૂર્યોદય થશે, જીતશે વિરમગામ માંડલ દેત્રોજ. મંગળવારે વિરમગામ ખાતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, ભાજપ નેતા અલ્પેશ ઠાકોર અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠાની જનતાની હાજરીમાં મેં ફક્ત વિરમગામ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ નથી ભર્યું પરંતુ આ વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના વિકાસને સુનિશ્ચિત કરતું અરજી ફોર્મ ભર્યું છે.
ફોર્મ સુપ્રત કરતા પહેલા પંચમુખી હનુમાન ચાર રસ્તા ખાતે વિશાળ જનઆશીર્વાદ જનસભાને સંબોધન કર્યું. મારા વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠાનો મહાવિજય નિશ્ચિત છે. પ્રચંડ બહુમતીથી વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠાના ૩ લાખ મતદારોનો વિજય થશે. લોકોએ ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવાનું મન બનાવી લીધું છે અને વિરમગામ વિધાનસભામાં પરિવર્તનની આંધી ચાલી રહી છે.
જેમાં વિકાસ વિરોધીઓ ઉડી જશે અને ૮ ડિસેમ્બર પછી એક પણ વિકાસ વિરોધી વિરમગામ પંથકમાં મતદારોને મોઢું બતાવવાને લાયક નહીં રહે જેનો મને દ્રઢ વિશ્વાસ છે. વિરમગામ વિધાનસભા બેઠક પર ભાજપ આવે છે તેમ વિરમગામ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાર્દિક પટેલે જણાવ્યુ