અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ના પીયાવામાં કપાસનાં તોલમાપ માં ૬ કિલો જેટલો વધારે કપાસ લઇ જઈ ને ખેડૂત સાથે ઠગાઈ આચરનાર વેપારી અને દલાલ સામે ફરિયાદ કરતા કપાસ ભરેલી ગાડી બજાર વચ્ચે મૂકી નાસી છુટયા હતા.

ટાઢ, તડકો, પાણી, ની સીઝનમાં પણ રાત દિવસ ઉજાગરા કરી કરી ને કાળી મજૂરી કરીને પરસેવો પાડીને પોતાના જીવની પણ પરવા ન કરી પોતાના બાળ બચ્ચા અને પરિવાર ના ભરણપોષણ માટે ઈશ્વર જે આપે તેમાં સંતોષ માની ને તાણી તુંણી ને શીંગા પીંછા એક કરી ને સામા વરહ ભેગા માંડ માંડ થાનારા ખેડૂતોને પણ લૂંટવા વાળા ઓ નો આ જગતમાં તોટો નથી.

એવોજ એક કિસ્સો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પ્યાવા ગામે બનવા પામ્યો છે.ખેડૂતે પકવેલો કપાસ ઘરે આવીને ખરીદનારા અમુક લેભાગુ તત્વો પ્યાવા ગામે કપાસ ખરીદવા આવેલા વેપારી દ્વારા પ્રમાણ માપ કરતા વીસ કિલો વજનના બદલે સાડા છ કિલો જેટલો કપાસ વધારે લઇ લેતા હોવાનું ઘરધણી ખેડૂત ના ધ્યાને આવતા વેપારી અને દલાલ ને કપાસ ભરેલી ગાડી બજાર વચ્ચે મૂકીને ભાગી જવાની નોબત આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અંતે સમગ્ર મામલો છેવટે વંડા પોલીસ મથક સુધી પહોંચ્યો હોવાની માહિતીઓ મળી રહી છે.

ગામના મનસુખભાઇ ગોંડલીયા અને આણંદભાઈ રાઠોડ નામના બે ખેડૂતોને ત્યાં રાજકોટ નો રાજુ ઠુમ્મર નામનો કાચો વેપારી કપાસ ખરીદીમાં આવેલો હતો ને ખેડૂતોના ઘરે જ કપાસની ગાડી લઈને કપાસ જોખેલ હતો.

 જે વેપારી ૨ બે.મણ વજન ની ગાંસડી માં કપાસ વધારે લઇ જતો હોવાની શંકા ઘરધણી ખેડૂતને જતા વેપારી દ્વારા કાંટા માં ઘાલમેલ કરીને પડાવી લેતો હોવાની શંકા જતા ખેડૂતો દ્વારા બીજો કાંટો અને મણિકા દ્વારા કપાસની વેપારી દ્વારા જોખેલી ગાંસડી નું વજન જોખ કરતા સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થતા

 ખેડૂતોને ઘૂતવા નીકળેલા રાજકોટના કાચો વેપારી રાજુ ઠુમ્મર મુઠ્ઠીઓ વાળીને ભાગી ગયો હતો તો દલાલ પણ ગોત્યો હાથ જડ્યો ન હતો.

 ને નાના એવા પિયાવ ગામમાં છેતરવા આવેલા વેપારીનો પર્દાફાશ થતા ખેડૂતોએ હોબાળો કરતા વેપારી અને દલાલ ભાગી જતા સમગ્ર મામલો વંડા પોલીસ મથક સુધી પહોંચ્યો હોવાની માહિતી સૂત્રો માંથી જાણવા મળી રહી છે

કહેવત માં કહ્યા મુજબ હકનું ક્યાય જતું નથી તે ઉક્તિ પંક્તિ ને સાર્થક કરતો બનાવ પ્યાવા ગામમાં બનવા પામ્યો હતો અને વેપારી અને દલાલ ને કપાસ મૂકી ને ભાગી જવુ પડ્યું હતું અને ખેડૂત ની પરસેવાની કમાણીનો માલ સહેજે જતા રહી ગયો હતો.

ત્યારે કાળી મજૂરી કરીને જાત કમાણી કરી ને ખાતા ખેડૂતોને ધુતવા નીકળેલા ધૂતારા વેપારીનો પર્દાફાશ ગામના જ જાગૃત ખેડૂત દ્વારા થયો હતો.ને જેના વિડીયો પણ સોષ્યલ મીડિયામાં વાયરલ થયા હતા

રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.